ગીરસોમનાથ: સુત્રાપાડા પીજીવીસીએલમાં નાયબ ઇજનેર તરીકે ફરજ બજાવતા ધર્મેશભાઇ કાનજીભાઇ જેઠવાએ પીજીવીસીએલ સુત્રાપાડામાં વીજ પોલ ઉભા કરવા, તાર ખેંચવા, ફીડર બદલવા જેવા અલગ અલગ કામો માટે લેબર કોન્ટ્રાક્ટ પાસેથી લાંચ માંગી હતી જેમાં કોન્ટ્રાક્ટરનો રૂ 1,90,534 નો ચેક મંજૂર થઇને આવતાં અધિકારીએ રૂપિયા માંગ્યા હતા આ અંગે કોન્ટ્રાક્ટરે ગિર-સોમનાથ એસીબીને જાણ કરી હતી આથી એસીબીના પીઆઇ વી આર પટેલ અને આર એન દવેએ મદદનીશ નિયામક બી એલ દેસાઇનાં માર્ગદર્શન હેઠળ ટ્રેપ ગોઠવી હતી અને ધર્મેશ જેઠવાને તેમની જ કચેરીમાં રૂ 20 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપી લીધા હતા