વડોદરા ક્રાઇમ બ્રાંચની મેડિકલ સ્ટોરમાં રેડ, પ્રિસ્ક્રિપ્શન વગર વેચાતી નશાયુક્ત કોડીન શીરપની 43 બોટલ જપ્ત

2019-11-25 501

વડોદરા:ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર નશાયુક્ત કોડીન નામની શીરપનું વેચાણ કરતા મેડિકલ સ્ટોરમાં ક્રાઇમ બ્રાંચે દરોડો પાડી 43 નંગ શીરપની બોટલો કબજે કરી છે આ સાથે મેડિકલ સ્ટોરના માલિક સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે નોંધનીય છે કે, વડોદરા શહેરમાં યુવાધનને ખોખલું કરી રહેલા ડ્રગ્સ સામે પોલીસ તંત્ર દ્વારા ઘનિષ્ઠ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે