સાબરમતી ડી કેબિન વિસ્તારમાં વધુ એક ટાંકી ધરાશાયી, AMCની બેદરકારીથી એક મકાનને ભારે નુકસાન

2019-11-25 3,357

અમદાવાદ:ગોતાના વંસતનગર ટાઉનશિપમાં આવેલી પાણીની ટાંકી ઉતારતી વખતે ધરાશાયી થયા બાદ આજે કોર્પોરેશન દ્વારા સાબરમતી ડી કેબિન વિસ્તારની બંસીધર સોસાયટીમાં ટાંકી ઉતારતી વખતે ધરાશાયી થઈ હતી જો કે સદનસીબે કોઈ જાનહાનિ થઈ નહોતી પરંતુ આ ટાંકી એકનાથ શિંદે નામના વ્યક્તિના ઘર પર પડી હતી જેથી તેમના ઘરને ભારે નુકસાન પહોંચ્યું છે આ અંગે મળતી માહિતી પ્રમાણે આ ટાંકી જ્યાં પાડવાની હતી તેને બદલે એક રહીશના ઘર પર પડી હતી આમ ટાંકી ઉતારવામાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સતત બીજીવાર બેદરકારી દાખવવામાં આવી છે ગોતાના વસંતનગર ટાઉનશિપની ટાંકી પણ જશી બહેન ભરવાડના ઘર પર પડતા તેમના ઘરને પણ નુકસાન થયું હતું

Videos similaires