થંડાજા મથાલીએ તેમના આન્ટી સાથે મળીને સાઉથ આફ્રિકાના ક્વાજુલુ-નતાલ પ્રાંતમાં આવેલી આફ્રિકી વીમા કંપની ઓલ્ડ મ્યૂચુઅલના કાર્યાલયમાં જઈને તેમની આડોડાઈનો જે રીતે વળતો જવાબ આપ્યો હતો તેનો વીડિયો વાઈરલ થવા લાગ્યો છે થંડાજાના સંબંધીનું મોત થયા બાદ કંપનીએ મૃતકનો ક્લેમ પાસ કરવામાં આડોડાઈ કરવાનું શરૂ કર્યું હતું પૂરતાં કાગળિયાં અને પુરાવાઓ આપ્યા બાદ પણ કંપનીના અધિકારીઓ પેપર વર્કના નામે વધુ દાખલાઓ માગી રહ્યા હતા આ વીમો પણ મૃતકના અંતિમ સંસ્કાર માટે કરાવેલો હતો જેનો લાભ પણ તે સમયે મળે તે જરૂરી હતું પરિવાર પણ આર્થિક રીતે સદ્ધર ના હોવાથી આ વીમા દ્વારા મળનારી 30000 રૂપિયાની રકમની રાહ જોઈ રહ્યો હતો જો રકમ મળે તો જ તેઓ પૂરા સન્માન સાથે અંતિમવિધી કરી શકે તેમ હતા જો કે, કંપનીએ તેમનું જક્કી વલણ પકડી રાખતાં અંતે પરિવાર પણ લાશને મડદાઘરમાંથી કાઢીને વીમાની ઓફિસે લઈ જવા માટે મજબૂર બન્યો હતો
19 નવેમ્બરે સોશિયલ મીડિયામાં વાઈરલ થવા લાગેલા આ વીડિયોમાં પણ જોઈ શકાય છે કે કંપનીની ઓફિસમાં ફર્શ પર જ આ લાશ પડી છે પરિવાર લાશ લઈને ત્યાં પહોચ્યોકે તરત જ ઘટનાની જાણ મીડિયાને પણ થતાં તેઓ કવરેજ કરવા માટે ત્યાં પહોંચી ગયા હતા પરિવારનો ઈરાદો એક જ હતો કે કંપનીના અધિકારીઓ મૃતદેહને જોઈને તેમનો ક્લેમ પાસ કરે જેથી મૃતકને સન્માનજનક રીતે તેઓ વિદાય આપી શકે પેપર વર્કના નામે ક્લેમ પાસ ના કરતી કંપની પણ તેમના આવા પગલાના કારણે ફસાઈ ગઈ હતી વધુ તમાશો થાય એ પહેલાં જ તેઓએ એક પણ સવાલ કર્યા વગર જ ક્લેમ પાસ કરીને તે લોકોને રવાના કરી દીધા હતા