બાઇક પર આવેલા બે ઠગોએ સાબુના વેપારીની 5 લાખ રૂપિયા ભરેલી બેગ ઝૂંટવી ફરાર થયા

2019-11-25 351

સુરતઃનવસારીના કબીલપોર ગામે ઠગોએ ચીલઝડપ કરી હતી બાઇક પર આવેલા બે બદમાશો સાબુના વેપારીની 5 લાખ રૂપિયા ભરેલી બેગ ઝૂંટવી લીધી હતી આ સમગ્ર ઘટના મુદ્દે ગ્રામ્ય પોલીસે તપાસ હાથ ધરી છે

ઠગ ઈસમોએ સાબુના વેપારી જ્યાંથી પસાર થતાં હતા ત્યાં તેમના એક્ટિવાની સામે રૂપિયા ફેંક્યા હતાં જેથી આધેડ સાબુના વેપારી રૂપિયાની નોટ લેવાની લાલચમાં ઉભા રહ્યાં અને રૂપિયા લેવા જાય તે અગાઉ જ બાઈક પર આવેલા બદમાશોએ તેની બેગ આંચકી લીધી હતી પૂરપાટ ઝડપે આ બાઈકર્સ કાલિયાવાડી તરફ નાસી ગયા હતાં બાદમાં આધેડે ગ્રામ્ય પોલીસને સમગ્ર કેસ અંગે જાણ કરતાં પોલીસે કબીલપોર માર્ગ પર આવેલા સીસીટીવી ફૂટેજ મેળવી તપાસ હાથ ધરી છે

Videos similaires