ગાંધીધામઃ ગાંધીધામથી કંડલા જતા રોડ ઉપર રેલવે સ્ટેશન સામેના રોડ ઉપર અમુક ટ્રક ચાલકોએ મોબાઇલ ચોરી કર્યો હોવાનું આળ રાખી 18 વર્ષીય ટ્રક ચાલક અને 17 વર્ષીય કિશોરને થાંભલા સાથે બાંધી બ઼ધક બનાવ્યા હોવાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઇ છે આ બનાવના વીડિયો વાયરલ થતાં આવા બનાવો છાશવારે સોશિયલ મીડિયામાં આવતા રહેતા હોવાને કારણે એક વાત એવી બહાર આવે છે કે ચીભડ ચોરીની ઘટનાઓથી કંટાળેલા લોકો હવે પોલીસમાં જવા કરતાં પોતેજ કાયદો હાથમાં લેતા થઇ ગયા છે આ બનાવમાં ભોગ બનનાર ટ્રક ચાલકે બે અજાણ્યા ઇસમો વિરૂધ્ધ ફરિયાદ દાખલ કરી છે