સુરતના કાપોદ્રામાં કાર ચાલકે બાઈક સવારને અડફેટે લીધો, ASI સહિત 4 સામે ગુનો નોંધાયો

2019-11-25 1,639

સુરતઃ કાપોદ્રામાં કલાકુંજ સોસાયટી પાસે જીજે-20-એન-9225 નંબરના કાર ચાલકે એક બાઇક સવારને ટક્કર માર્યા બાદ કાર થાંભલા સાથે ભટકાઈ હતીજેથી લોકો દોડી આવ્યા હતા કારમાં આગળ પોલીસનું બોર્ડ હતું કારમાં સવાર ચારેય શખ્સો દમણ ફરવા ગયા હતા અને ત્યાંથી પરત થતી વેળા દારૂ અને બિયર પણ લાવ્યા હતા જીઈબીમાં નોકરી કરતા કાર ચાલક ધવલ ગરાસિયાએ જેને ટક્કર મારી હતી તે બાઇક સવારે ફરિયાદ આપવાની ના પાડી હતી કાર ચાલક ધવલ અને અમરોલી પોલીસ સ્ટેશનના પ્રોએએસઆઈ જગદિશ પ્રતાપ કટારા સહિત 3 ફરાર થઈ ગયા હતા જ્યારે પોલીસે અક્ષય ચેતન દામા(રહેપુરૂષોત્તમ સોસાયટી, અલથાણ)ઝડપાયો હતો દરમિયાન પોલીસે અન્ય બેને પણ ઝડપી પાડ્યા છે પોલીસે ચાર જણા વિરુદ્ધ કેસ કર્યો છે જે પૈકી ત્રણ ઝડપાયા છે અને એએસઆઈને વોન્ટેડ જાહેર કર્યા છે

Videos similaires