ડભોઈમાં મહિલાનું ATM કાર્ડ લઇને ચીપ સાથે ઘસતો યુવક ઝડપાયો

2019-11-25 1,400

વડોદરાઃ ડભોઇના લાટી બજાર વિસ્તારમાં આવેલી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની શાખાના એટીએમમાં રૂપિયા ઉપાડવા ગયેલી મહિલા પાસેથી એટીએમ કાર્ડ લઇને ચીપ સાથે ઘસવા લાગ્યો હતો શંકા જતા મહિલાએ બુમાબુમ કરતા લોકોએ એક વ્યક્તિને ઝડપી પાડ્યો હતો અને મેથીપાક ચખાડ્યો હતો અને ડભોઇ પોલીસને સોંપ્યો હતો
ડભોઇની એસબીઆઇમાં ખાતુ ધરાવતી મહિલા કૃપાબેન દિપકભાઇ જયસ્વાલ પોતાના એટીએમ ખાતામાંથી રૂપિયા ઉપાડવા ગઇ હતી, ત્યારે થોડીવારમાં બે અજાણ્યા ઇસમો પણ તેની પાછળ એટીએમમાં ઘૂસી મદદ કરવાના બહાને કૃપાબેન જયસ્વાલનુ એટીએમ કાર્ડ પોતાની પાસે લઈને ચીપ સાથે ઘસવા લાગ્યો હતો અજાણ્યા ઇસમને કાર્ડ સાથે ચીપ કેમ ઘસો છો તમે કોણ છો, તેમ પૂછતા બન્ને ઇસમ એટીએમમાંથી બોકસમાથી બહાર નીકળી ગયા હતા જેથી શંકા જતાં ચોર ચોરની બુમો પાડતા બન્ને અજાણ્યા ઇસમો ભાગવા લાગતા લોકોએ એકને ઝડપી પાડ્યો હતો અને મેથીપાક ચખાડ્યો હતો પોલીસે પૂછતા તેનું નામ વિનોદ મહેલ્લા મહાવીરસિંગ સિશે (રહે, સિસોઇતા તાહાંસી જિહીસાર, હરીયાણા)નો હોવાનુ જણાવતા તેની પૂછપરછ કરીને અન્ય ગુનામાં સંડોવાયેલ છે કે કેમ તે દિશામા તપાસ હાથ ધરી છે

Videos similaires