હિંમતનગર બહુમાળી ભવનમાં શુક્રવારે બપોરે યોજાયેલ સહજ રાજયોગ શિબિરમાં અેક સમયે 550 ડાકુઓના સરદાર અને 125 હત્યાના આરોપને કારણે ફાંસીની સજાના હુકમનો સામનો કરનાર ભૂતપૂર્વ ડાકુ પંચમસિંઘે જણાવ્યુ કે મનની શાંતિ દિવ્ય શક્તિ સાથે જોડાવાથી મળે છે અધ્યાત્મિક જ્ઞાનથી જ માણસ બુરાઇ સામે લડી શકે છે કારણ તેને સાચા માર્ગે ચાલવાની ઇચ્છાશક્તિ મળે છે
પંચમસિંઘે તેમની જીવન કથા વિશે જણાવ્યુ કે 550 ડાકુઓની ગેંગ હતી હું સરદાર હતો અને ઘણા લોકોની હત્યા કરી છે હત્યા લૂટ અને અપહરણના 300 થી વધુ કેસમાં 1972 માં કોર્ટે મને અને અન્ય ડાકુઓને ફાંસીની સજા કરી હતી તત્કાલીન પ્રધાનમંત્રી ઇન્દીરાગાંધીએબ્રહ્માકુમારી ઇશ્વરીય યુનિવર્સિટીના મુખ્ય સંચાલક દાદી પ્રકાશમણીને ડાકુઓની વિચારસરણી બદલવા પડકાર આપ્યો હતો બ્રહ્મ કુમારીઝે આપેલ જ્ઞાનથી ડાકુઓમાં આમૂલ પરિવર્તન આવી ગયા બાદ મૃત્યુદંડ માફ કરવાની અપીલ ગ્રાહ્ય રાખી આજીવન કેદ થઇ હતી