સ્વામિ.મંદિરના રાધારમણસ્વામીની નકલી ચલણી નોટો છાપવા મામલે ધરપકડ, પ્રસાદના બોક્સમાં નકલી નોટો મોકલાતી

2019-11-24 5,030

ખેડા: ગળતેશ્વર પાસે આવેલા અંબાવ સુખીની મુવાડીમાં આવેલા સ્વામિનારાયણ મંદિરમાં સુરત સિટી ક્રાઈમ બ્રાન્ચે રેડ કરી હતી આ રેડ બાદ પોલીસે રાધા રમણસ્વામીની નોટો છાપવાના મશીન સાથે ધરપકડ કરી છે ત્યાર બાદ સાધુને સુરત લઈ જવામાં આવ્યા હતા ક્રાઈમ બ્રાન્ચે રાધરમણ, પ્રતીક દિલીપ ચોડવાડીયા,કાળુ ચોપરા,મોહન માધવ વાધુરડે અને પ્રવિણ જેરામ ચોપરા સહિત પાંચની ધરપકડ કરી છે આરોપીઓ પાસેથી રૂ2000ના દરની કુલ 5013 નકલી ચલણી નોટો મળી આવી છે જેની કિંમત 1 કરોડ 26 હજાર રૂપિયા જેટલી છે પ્રાથમિક પૂછપરછમાં પ્રસાદના બોક્સમાં નકલી નોટો મોકલવામાં આવતી હોવાનું સામે આવ્યું છે

Videos similaires