સુપર ફાસ્ટ ટ્રેનમાંથી 10 ફૂટ લાંબો કોબરા રેસ્ક્યુ કરાયો, વાઈરલ થયો વીડિયો

2019-11-24 1,692

ઉત્તરાખંડમાંથી પસાર થઈ રહેલી સુપર ફાસ્ટ ટ્રેનમાં મહાકાય કોબરા નજરે પડતાં જ તરત જ વનવિભાગની ટીમનો સંપર્ક કરવામાં આવ્યો હતો ટીમ જ્યારે તેને પકડવા માટેત્યાં પહોંચી હતી તો તે વેગનના વ્હીલની અંદર ઘૂસી ગયો હતો UKFDની રેસ્ક્યુ ટીમે ભારે જહેમત બાદ તેને પકડવામાં સફળતા મળી હતી સદનસીબે 10 ફૂટ લાંબા કોબરાએ
કોઈને પણ ઈજા નહોતી પહોંચાડી વનવિભાગે તેને પકડીને જંગલમાં સલામત રીતે છોડી મૂક્યો હતો
રેસ્ક્યુ ઓપરેશનનો આ વીડિયો ડો પીએમ ઘકાટે નામના ફીલ્ડ ફોરેસ્ટ ઓફિસરે શેર કર્યો હતો જેમાં તેમણે માહિતી આપી હતી કે બે ટીમોએ સુંદર કામગીરી થકી મુસાફરોનેપણ સુરક્ષિત રાખ્યા હતા તો સાથે ટ્રેનને પણ નિયત સમયે જ આગળના સ્ટેશને રવાના કરી હતી આ રેસ્ક્યુ ઓપરેશનમાં વનવિભાગની ટીમની સાથે કથગોદમ રેલવેસ્ટેશનનો સ્ટાફ પણ જોડાયો હતો

Videos similaires