મધ્ય પ્રદેશના ઈન્દોરમાં એક બસચાલકની બેદરકારીએ બે આશાસ્પદ યુવકનો ભોગ લીધો હતો ઉજ્જૈન-ઈન્દોર રૂટ પર મુસાફરો બેસાડવાની હોડમાં બસચાલકે આ અકસ્માતસર્જ્યો હતો ફોરલેન હાઈવે પર આવેલા તપોભૂમિ સર્કલ પર પ્રાઈવેટ કંપનીની બસે 24 વર્ષીય રૂતુરાજ અને 45 વર્ષીય અનિલ મિશ્રાને કચડી નાખ્યા હતા બાઈક ચલાવી રહેલારૂતુરાજનું ઘટનાસ્થળે જ મોત થયું હતું તો અનિલભાઈએ પણ દવાખાનામાં જ સારવાર સમયે દમ તોડ્યો હતોગમખ્વાર અકસ્માત બાદ ઉશ્કેરાયેલા ટોળાએ પણ બસમાંતોડફોડ કરીને તેની આગ ચાંપી હતી ઘટનાના સીસીટીવી પણ સામે આવતાં જ તેમાં બસચાલકની લાપરવાહી સ્પષ્ટ દેખાઈ આવે છે