વલસાડઃવાંસદાના કમલજેરી ગામના સૂરજ ભોયે નામના વ્યક્તિએ વનવિભાગના માનસિક ત્રાસથી કંટાળીને આપઘાતનો પ્રયાસ કર્યો છે ઉલ્લેખનીય છે કે, સોમવારે સાંજે સાડા સાતથી આઠ વચ્ચે મરેલી હાલતમાં દીપડો મળી આવ્યો હતો જેને લઇને મંગળવારે વનવિભાગે સૂરજ ભોયે નામના વ્યક્તિની અટકાયત કરી તેની પૂછપરછ હાથ ધરી હતી ઉલ્લેખનીય છે કે, સૂરજ આસપાસના ગામોમાં ડુક્કર પકડવા માટે જાય છે જેને લઇને વનવિભાગે દીપડાને માર્યો હોવાની શંકા રાખી તેની અટકાયત કરી હતી જો કે, ત્યારબાદ તેને વનવિભાગે છોડી મૂક્યો હતો