ઉના:સુત્રાપાડાના કાજલી માર્કેટ યાર્ડમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી થઇ રહી છે ત્યારે સેમ્પલ લેવા અંગે એક ખેડૂત અને અધિકારીઓ વચ્ચે બોલાચાલી થઇ હતી અધિકારીઓએ સેમ્પલ લેવાની વાત કરતા ખેડૂતે ગુસ્સે ભરાયો હતો મગફળી ખરીદીમાં મગફળીની ગુણવત્તાને લઇ અધિકારીઓ અને ખેડૂતો વચ્ચે માથાકૂટ થઇ હતી આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે