ગોધરા:દુનિયાભર ઘણા એવા લોકો છે જેમને સાઇકલ ચલાવવાનો ખુબજ શોખ હોય છે આ પ્રકારના લોકો કિમીની ચિંતા કર્યા વગર સાઇકલ લઇને દેશ-દુનિયાની મુસાફરી કરતા હોય છે 18 સપ્ટેમ્બર 2017ના રોજ બ્રિટનમાં રહેતા માર્કે નામના વ્યક્તિએ સૌથી ઓછા સમયમાં સાઇકલિંગ કરીને આખી દુનિયાની યાત્રા કરી હતી માર્કનું નામ ગિનિસ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાયેલું છે ત્યારે ઈંગ્લેન્ડમાં જ રહેતા વધુ એક યુવકે સાઇકલ દ્વારા સમગ્ર દુનિયાની યાત્રા શરૂ કરી છે હસન ઇનાયત નામના આ યુવકે ત્યારસુધીમાં કુલ 15 જેટલા દેશોની યાત્રા પૂર્ણ કરી છે અને હાલમાં તે ગુજરાતના ગોઘરાનો મહેમાન બન્યો છે