હિંમતનગરમાં યુવાને ATMથી 10 હજાર ઉપાડ્યા અન્યત્ર વગર OTP કે કોલ 50 હજાર ઉપડી ગયા

2019-11-22 211

હિંમતનગર:દેશમાં ડિજિટલ ઈન્ડિયા પર સરકાર ભાર મૂકી રહી છે નોટબંધી બાદ તેને વધારે પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે જો કે આ ડિઝિટલ ક્રાંતિનો ભાંગફોડિયાઓએ તોડ શોધી લીધો હોય તેવો કિસ્સો હિંમતનગરમાં સામે આવ્યો છે શહેરમાં આવેલા ખેડ તસિયા રોડ પરના એટીએમમાંથી ધારાપુરના યુવકે ગઈ 26મી ઓક્ટોબરે 10 હજાર રૂપિયા ઉપાડ્યા હતા પરંતુ તેને કોઈપણ પ્રકારના કોલ, મેસેજ કે ઓટીપી આવ્યા વગર જ 50 હજાર ઉપડી ગયાનો કિસ્સો સામે આવ્યો છે સાબરકાંઠા જિલ્લાના રહીશના સુરત, અંકલેશ્વર અને ભરૂચ ખાતે ટ્રાન્ઝેક્શન થયા છે હાલ તો સાબરકાંઠા સાયબર સેલે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે આરોપીઓની ટેક્નિક અત્યાધુનિક હોવાથી પોલીસ પણ અવઢવમાં મુકાઇ છે જો કે, પોલીસે સીસીટીવી ફૂટેજ સહિતની તમામ માહિતી કબજે લઇ જરૂરી કાર્યવાહી શરૂ કરી છે