રાજકોટમાં ક્રિસ્ટલ મૉલમાં યુવતીની છેડતી કરી, પરિવારને પણ માર માર્યો

2019-11-22 1

રાજકોટ: રાજકોટના ક્રિસ્ટલ મોલમાં યુવતી સાથે છેડતીની ઘટના સામે આવી છે ગુરૂવારના યુવતી પોતાના પરિવાર સાથે મુવી જોવા ક્રિસ્ટલ મોલ ગયા હતા ત્યારે કેટલાક શખ્સોએ તેની છેડતી કરી હતી આ બાદ યુવતીના પિતાએ પ્રતિકાર કરતા છેડતી કરનારા શખ્સોએ પિતા તેમજ ભાઇને માર માર્યો હતો જે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે યુવતીના પરિવારજનોએ પોલીસને જાણ કરતા યુનિવર્સિટી પોલીસ સ્ટેશનનો કાફલો ક્રિસ્ટલ મોલ ખાતે પહોંચી ગયો હતો તો બીજી તરફ શખ્સો સામે આ તમામ આરોપ લાગેલા છે દેશોએ પણ તરુણીના પરિવારજનો વિરુદ્ધ એટ્રોસિટી દાખલ કરવા બાબતે યુનિવર્સિટી પોલીસમાં અરજી કરી છે ક્રિસ્ટલ મોલમાં બનેલ બનાવ અંગે બંને પક્ષો તરફથી સામસામી અરજી કરવામાં આવી છે ત્યારે હાલ પોલીસે બંને પક્ષોની અરજી સ્વીકારી પોલીસ તપાસ શરૂ કરી છે

Videos similaires