વડોદરામાં સ્લોટર હાઉસમાં કેમિકલ વેસ્ટ બાળવાની ના પાડતા કોન્ટ્રાક્ટર અને સાગરિતોએ પરિવાર પર હુમલો કર્યો

2019-11-21 239

વડોદરા:વડોદરા શહેરના ગાજરાવાડી વિસ્તારમાં આવેલા સ્લોટર હાઉસમાં કેમિકલ વેસ્ટ બાળવા બાબતે સ્થાનિક પરિવારે વિરોધ કરતા કોન્ટ્રાક્ટર અને તેના સાગરીતોએ પરિવાર ઉપર જીવલેણ હુમલો કર્યો હતો આ હુમલામાં માતા-પિતા સહિત ત્રણ વ્યક્તિઓને ઇજા પહોંચી હતી નોંધનીય છે કે, સ્લોટર હાઉસની દુર્ગંધના કારણે વિસ્તારમાં રહેવું લોકોને મુશ્કેલ થઇ ગયું છે
વેસ્ટ ન સળગાવવાનું કહેતા મામલો બિચક્યો હતો
વડોદરા શહેરના યમુના મિલ રોડ, નરસિંહ એસ્ટેટ પાસે આવેલા સ્લોટર હાઉસમાં દિનેશ અને મધુ નામના વ્યક્તિ સહિત 10 જેટલા લોકોએ કેમિકલ વેસ્ટ નાંખ્યો હતો અને આ કેમિકલ વેસ્ટ સળગાવતા અત્યંત દુર્ગંધ શરૂ થઇ હતી સ્થાનિક લોકો દુર્ગંધના કારણે ઘરની બહાર નીકળી આવ્યા હતા જેમાં નરસિંહ એસ્ટેટ, બોમ્બે ટુલ્સ સામે, ચમેલી સ્ક્રેપ ટ્રેડર્સ ખાતે રહેતા યદુનાથ જોગીલાલ બિન્દ અને વર્ધાભાઇ બાલનભાઇ નાદર કેમિકલ વેસ્ટ સળગાવી રહેલા દિનેશ અને મધુને વેસ્ટ ન સળગાવવાનું કહેતા મામલો બિચક્યો હતો
લોખંડની પાઇપથી હુમલો કરી ઇજા પહોંચાડી
પોલીસ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે દિનેશ અને મધુ તેમજ તેના 10 જેટલા સાગરીતો થોડીવારમાં લોખંડની પાઇપો જેવા મારક હથિયારો સાથે ધસી આવ્યા હતા અને યદુનાથ અને વર્ધાભાઇ ક્યાં છે તેમ જણાવી તેઓના પરિવારના શ્યામરાજ જોગીલાલ બિન્દ ઉપર હુમલો કર્યો હતો શ્યામરાજ પિતા જોગીલાલ અને માતા ચમેલીબહેન છોડાવવા પડતા હુમલાખોરોએ તેઓના ઉપર પણ લોખંડની પાઇપથી હુમલો કરી ઇજા પહોંચાડી હતી આ બનાવ અંગેની ફરિયાદ પાણીગેટ પોલીસ મથકમાં નોંધાતા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે
સ્લોટર હાઉસમાં કેમિકલ વેસ્ટ નાંખીને બાળતા લોકોમાં ભારે રોષ
આ બનાવના પગલે વિસ્તારમાં નાસભાગ મચી ગઇ હતી સ્લોટર હાઉસમાં પશુઓ કાપવામાં આવે છે પરંતુ હવે કેમિકલ વેસ્ટ નાંખીને બાળવામાં આવતા સ્થાનિક લોકોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે જોકે, સ્લોટર હાઉસ શહેરથી દૂર લઇ જવા માટે અનેક વખત સ્થાનિક નગર સેવકો દ્વારા રજૂઆતો કરવામાં આવી છે પરંતુ, તંત્ર દ્વારા કોઇ ધ્યાન આપવામાં આવતું નથી આ સ્લોટર હાઉસ માત્ર રાજકીય મુદ્દો બની ગયો હોય તેમ લોકો જણાવી રહ્યા છે

Videos similaires