પંચમહાલઃશહેરા તાલુકાના ખાંડીયા ગામમાં માટી કાઢીને ટ્રેક્ટરમાં ભરતી વખતે ભેખડ ધસી પડતા 4 મજૂર દબાયા હતા જેમાં 2 મજૂરના મોત નીપજ્યા છે જ્યારે 2 મજૂરને ગંભીર ઇજાઓ થતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છેપંચમહાલ જિલ્લાના શહેરના નજીક આવેલા ખાંડીયા ગામની દાણ ફેક્ટરી પાસે મજૂરો દ્વારા ટ્રેક્ટરમાં માટી ભરવાની કામગીરી ચાલી રહી હતી તે સમયે અચાનક જ ભેખડ ધસતા 4 મજૂર દબાયા હતા જેઓને ગામ લોકોએ બહાર કાઢ્યા હતા જોકે 2 મજૂરોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા ઘટનાની જાણ થતાં જ શહેરા પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી અને બંને મજૂરોના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે મોકલી આપ્યા હતા અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે