બજાજ ચેતક સ્કૂટરની ઇલેક્ટ્રિક વર્ઝનમાં વાપસી, સ્કૂટર પર 3 વર્ષ સુધી વોરન્ટી મળશે

2019-11-20 2,162

વીડિયો ડેસ્કઃ ગયા મહિને બજાજ ઓટોએ ચેતકનું ઇલેક્ટ્રિક વેરિઅન્ટ રજૂ કર્યું હતું તે કંપનીનું પ્રથમ ઓલ-ઇલેક્ટ્રિક સ્કૂટર પણ છે ચેતકે 14 વર્ષ પછી ભારતીય બજારમાં કમબેક કર્યું છે જો કે, જાન્યુઆરી 2020માં તેને ઓફિશિયલી લોન્ચ કરવામાં આવશે આ સ્કૂટર 14 નવેમ્બરથી પુણેમાં યોજાનારી ચેતક ઇલેક્ટ્રિક જર્નીમાં જોવા મળશે આ જર્ની 3000 કિમી લાંબી છે આ સ્કૂટર પ્રવાસ દરમિયાન ઘણા શહેરોમાંથી પસાર થશે આ પ્રવાસ પુણે પરત ફરતા પૂરો થશે આ સ્કૂટરનું પ્રોડક્શન 25 સપ્ટેમ્બર, 2019થી શરૂ થઈ ગયું છે

ચેતક ઇલેક્ટ્રિક સ્કૂટરમાં 4kW ઇલેક્ટ્રિક મોટર સાથે IP67 રેટેડ લિથિયમ આયન બેટરી આપવામાં આવી છે તેને સ્ટાન્ડર્ડ 5-15 amp આઉટલેટથી ચાર્જ કરી શકાશે જો કે, કંપનીએ બેટરી કેપેસિટી વિશે માહિતી આપી નથી સ્કૂટરમાં સ્વિંગ્રામ-માઉન્ટેડ મોટર મળશે, જે હાઈ-એફિશિયન્સી ઓટોમેટિક ગિયરબોક્સની મદદથી વ્હીલને પાવર આપે છે તેમાં સ્પીડ અને માઇલેજ પ્રમાણે અલગ-અલગ મોડ મળશે જેમ કે, ઇકો મોડની જેમ તે એક ચાર્જ પર 95 કિલોમીટર સુધી દોડશે તેમજ, સ્પર્ટ મોડમાં તેની એવરેજ 85 કિમી થઈ જશે

Videos similaires