અમદાવાદ/ ભિલોડા:મિસ ઈન્ડિયા 2019માં ભાગ લીધા બાદ અરવલ્લી જિલ્લાની યુવતી કેયા વાઝા મિસ ઈન્ડિયા ઈન્ટરનેશનલમાં ફર્સ્ટ રનરઅપ બની હતી ઈન્ડોનેશિયામાં આ સ્પર્ધામાં ભાગ લઈને તે આજે ગુજરાત પરત આવી હતી તેનું અમદાવાદ એરપોર્ટ પર પરિવાર અને ગામના લોકોએ સ્વાગત કર્યું હતું ફર્સ્ટ રનર અપ બનીને પરત આવેલી યુવતીએ ગુજરાત તરફથી રિપ્રેઝન્ટ કર્યું હતું ઈન્ડોનેશિયામાં 18મી નવેમ્બરે યોજાયેલી મિસ ઈન્ડિયા ઈન્ટરનેશનલ સ્પર્ધામાં કુલ 25 સ્પર્ધક હતા