એમેઝોને લોન્ચ કર્યું સ્માર્ટ ઈકો ફ્લેક્સ સ્પીકર, સીધું જ પ્લગમાં જોડી શકાય

2019-11-20 2,199

એમેઝોને ઈન્ડિયન માર્કેટમાં તેના ઈકો સિરીઝના નવા સ્પીકર ઈકો ફ્લેક્સને લોન્ચ કરી દીધું છે આ પોર્ટેબલ સ્પીકર છે જેની કિંમત 2999 રૂપિયા છે આ સ્પીકરને સીધું જ ઈલેક્ટ્રિક સૉકેટના પ્લગમાં જોડીને વાપરી શકાય છે એટલે કહી શકાય કે તેની સાથે કોઈ પણ પ્રકારનો કેબલ કે ચાર્જ આવતું નથી કે નથી તેની જરૂર જો કોઈ આ પ્રોડક્ટ ખરીદવા માગતું હોય તો કંપનીની સત્તાવાર વેબસાઈટ કે એપના માધ્યમથી તેનો લાભ લઈ શકે છે તેને ખરીદવા પર હાલ કંપની 9 વૉટનો વિપ્રોનો સ્માર્ટ એલઈડી બલ્બ પણ આપી રહી છે તેમાં મળતી સુવિધાઓની વાત કરીએ તો સ્પીકરની સાથે જ ફોન ચાર્જિંગ પોર્ટ મળશે, જેની મદદથી તમે અન્ય ડિવાઈસ પણ ચાર્જ કરી શકશો આ ઉપરાંત તેને અન્ય સ્પીકર સાથે પણ કનેક્ટ કરી શકાય છે જેમાં 35 MMનો ઓડિયો પોર્ટ આપ્યો છે જે ઓક્સ કેબલની મદદથી બીજા સ્પીકર સાથે કનેક્ટ કરી શકાશે