વિદ્યાર્થીઓએ પ્રેસ કોન્ફરન્સ કરી,ફી પરત લેવામાં નહીં આવે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે

2019-11-19 743

દિલ્હીની જવાહરલાલ નહેરુ યૂનવર્સિટીમાં ફી વધારવાના મુદ્દે વિદ્યાર્થીઓએ શરૂ કરેલો વિરોધ હજુ અટક્યો નથી મંગળવારે જેએનયુ વિદ્યાર્થી એસોસિયેશને પ્રેસ કોન્ફરન્સ કરીને સરકારને સીધો પડકાર આપ્યો છે કે, તેઓ ઝુકવાના નથી વિદ્યાર્થીઓ જાહેરાત કરી છે કે, જ્યાં સુધી સરકાર તરફથી વધારવામાં આવેલી હોસ્ટેલ ફી પરત લેવામાં નહીં આવે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે JNUSUના અધ્યક્ષ આઈશી ઘોષે જાહેરાત કરી છે કે વારંવાર સંસદ ઘેરવાની જરૂર પડશે તો તે પણ કરવામાં આવશે