ભારતના પ્રખ્યાત મંદિરોમાં સબરીમાલાનું મંદિર પણ સામલે છે. દરરોજ લાખો શ્રધ્ધાળુઓ અહીં દર્શન માટે આવે છે. આ મંદિરને મક્કા અને મદીના જેવા વિશ્વના સૌથી મોટા તીર્થસ્થાનમાંથી એક માનવામાં આવે છે. અયપ્પા સ્વામી મંદિર કરોડો હિન્દુઓની આસ્થાનું પ્રતિક છે. દક્ષિણ ભારતના કેરલના સબરીમાલામાં અયપ્પા સ્વામી મંદિર છે. સબરીમાલાનું નામ શબરી પરથી રાખવામાં આવ્યું છે, જેનો ઉલ્લેખ રામાયણમાં છે. આ મંદિર 18 ટેકરીઓ વચ્ચે આવેલું છે.