શહેરના છેવાડે હાથીજણમાં આવેલા નિત્યાનંદના આશ્રમમાં કથિત રીતે ગોંધી રખાયેલી પોતાની પુત્રીને મળવા માટે છેલ્લા ત્રણ દિવસથી મથામણ કરી રહેલા બેંગાલુરુના પરિવારને આશ્રમ સંચાલકોએ મળવા દીધો નથીઆ મામલે પોતાનો પક્ષ રાખતા સ્વામી નિત્યાનંદે ટ્વિટર પર એક વીડિયો પોસ્ટ કરી જણાવ્યું છે કે અમારા અનુયાયીઓ શ્રેષ્ઠ છે પણ ગુજરાતમાં અમને ટાર્ગેટ કરવામાં આવી રહ્યાં છે