બિહારના શેખપુરા પાસે આવેલા ઘાટકુસુમ્ભામાં યુવકને રોજ રાત્રે યુવતીને મળવા જવાનું મોંઘું પડ્યું હતું ગામવાળાઓએ પ્રેમીપંખીડાને પકડીને જાહેરમાં જ પરણાવી દીધાંહતાં આ યુવક -યુવતીની રોજ સંતાઈ સંતાઈને મળતાં હોવાની જાણ યુવતીના ભાઈને થઈ જતાં તેણે રવિવારે રાત્રે બંનેને રંગે હાથે પકડ્યાં હતાં પ્રેમિકાના ભાઈએ બંનેને રાત્રેએક રૂમમાં જોઈને તરત જ દરવાજો બંધ કરી દીધો હતો આખી રાત આ રીતે ઘરમાં પૂરી રાખ્યા બાદ તેણે સોમવારે સવારે ગામવાળાઓને ભેગા કર્યા હતા વાત ગામમાં ફેલાતાંજોતજોતામાં તો આ લગ્નને જોવા માટે મોટી સંખ્યામાં લોકો ભેગા થવા લાગ્યા હતા
અંતે આખો મામલો પંચ આગળ જતાં જ તેમણે ગામને આ બંનેને પરણાવી દેવાનો ચૂકાદો આપ્યો હતો યુવકે શરૂઆતમાં કરેલી આજીજી સામે ગામવાળાઓએ પણ શામ, દામઅને દંડના જોરે તેને પકડીને યુવતી સાથે પરણાવી દીધો હતો યુવક તેની પ્રેમિકાના માથામાં સિંદૂર ભરતો હોય અને ગળામાં મંગળસૂત્ર પહેરાવતો હોય તેના વીડિયોઝ પણલોકોએ વાઈરલ કર્યા હતા જો કે, એ વાત પણ સામે આવી હતી કે યુવકના ઘરવાળાઓને આ લગ્ન મંજૂર નહોતાં તો પણ તે સંતાઈ સંતાઈને મળવા આવતો હતો