પાકિસ્તાનના ભૂતપુર્વ પ્રધાનમંત્રી નવાઝ શરીફ મંગળવારે સારવાર માટે એર એમ્બ્યુલન્સ મારફતે લંડન રવાના થયા છે લાહોર હાઈકોર્ટે અનેક બિમારીનો સામનો કરી રહેલા શરીફને ચાર સપ્તાહ માટે વિદેશ જવા મંજૂરી આપી હતી તેમજ ઈમરાન ખાન સરકારના ક્ષતિપૂર્તિ બોન્ડ પર સહી કરવાની શરતને નકારી હતી 69 વર્ષના શરીફ સાથે તેમના નાના ભાઈ શહબાજ શરીફ અને તેમના ડોક્ટર અદનાન ખાન પણ લંડન ગયા છે તેમના માટે અત્યાધુનિક એર એમ્બ્યુલન્સ દોહાથી મંગાવવામાં આવી હતી, જેમા તેઓ લંડન જવા રવાના થયા છે