સિદ્ધપુરઃ સિદ્ધપુરની સરકારી નર્સિંગ કોલેજમાં પ્રિન્સિપાલ મહેન્દ્ર પટેલ દ્વારા અચાનક જમવાનો કોન્ટ્રાકટ કમિશન મામલે બદલી દેવાતાં સોમવારે છાત્ર અને છાત્રાઓએ ભારે હોબાળો મચાવ્યો હતો એટલું જ નહી વિદ્યાર્થીનીઓએ પ્રિન્સિપાલ મહેન્દ્રભાઇ પટેલ છોકરીઓને રાત્રે મેસેજ કરતાં હોવાનું જણાવી તેમને કોલેજમાંથી દૂર કરવાની માંગ સાથે રેલી યોજી મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું સવારથી હોબાળો મચતાં પ્રિન્સીપાલ ગાયબ થઇ ગયા હતા