સુરેન્દ્રનગર: ચોટીલા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ગુજરાત સૌરાષ્ટ્રની શાન એવા એશિયાટિક લાયન્સનું આગમન થયું છે વન વિભાગે સત્તાવાર જાહેરાત કરી છે કે ચોટીલાના ઢેઢુકી ગામમાં ગઈકાલે ગીરના સાવજ દેખાયા હતા સિંહો ચોટીલા પંથકમાં ફરતા હોવાનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાઈરલ થયા છે જેમાં બે સિંહ જતા દેખાય છે કોઈએ આ વીડિયો ઉતારીને સોશિયલ મીડિયામાં ફરતા કર્યા છે વીડિયો સાથે મેસેજ વાઈરલ કરીને લખવામાં આવ્યું છે કે, ચોટીલા પંથકમાં સિંહ દેખાયો છે ઢેઢુકી ગામ સિંહ દેખાયો છે અને તાલુકાના છેવાડાના ધારૈઈ ગામમાં પાડીનું મારણ કર્યું છે સાથે જ સવાલ કરવામાં આવ્યો છે કે શું ગીરના જંગલમાં પાણી અને ખોરકની ઘટ છે