સાબરકાંઠા જિલ્લાના ઇડર તાલુકાના બડોલી ગામની હેલી પ્રજાપતિ નામની એક વિદ્યાર્થિની છે તેને 200 વર્ષનું કેલેન્ડર મોંઢે છે તેના જણાવ્યા મુજબ, તેના દાદા આ મહારથ હાંસલ કર્યો હતો જે સમયાંતરે તેણે મારા પિતાને શીખવાડ્યું હતું મારા પિતાજી હાલ સ્કૂલમાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે સામાન્ય રીતે આજના ટેકનિકલ સમયમાં દરેક મા-બાપ પોતાના બાળકોને સાયન્સમાં મૂકી મસમોટી વાતો કરી વાહવાહી મેળવી રહ્યું છે ત્યારે હેલીના પિતાએ આવું કંઈ ન કરતા તેની માનસિક સ્થિરતાની અને ગાણિતીક ટેકનિકને હસ્તગત કરવાની બાબતો ઉપર ધ્યાન આપે છે મોટાભાગના બાળકોને એક જ ફરિયાદ હોય છે કે વાંચેલું કે તૈયાર કરેલું યાદ રહેતું નથી ત્યારે હેલી પ્રજાપતિ 200 વર્ષનું કેલેન્ડર 20 સેકન્ડમાં સામાન્ય ટેકનિક દ્વારા કહી બતાવે છે એટલું તો ચોક્કસ છે કે જો ટેકનિકથી પ્રયાસ કરવામાં આવે તો મસમોટા દાખલા અને ભારેખમ ગણાતા પ્રશ્નોના જવાબ સરળતાથી યાદ રહી શકે તેમ છે