ખેડૂતોની આવક મુદ્દે લોકસભામાં હોબાળો,રૂપાલાએ કહ્યું યુપી સરકાર સાથે બેસીને અમે ઉપાય શોધવાનો પ્રયાસ કરીશું

2019-11-19 1,460

શિયાળુ સત્રના બીજા દિવસે મંગળવારે સંસદમાં ખેડૂતોની આવક, કાશ્મીરમાં નેતાઓની ધરપકડ અને JNUના મુદ્દે હોબાળો થયો હતો ત્યારબાદ રાજ્યસભાની કાર્યવાહી બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરી દેવાઈ હતી વિપક્ષે ખેડૂતોની આવક અંગે લોકસભામાં તાનાશાહી બંધ કરોના નારા લગાવ્યા હતા તો બીજી બાજુ લોકસભામાં વાયુ પ્રદુષણ, ક્લાઈમેટ ચેન્જ અને ચિટફંડ સંશોધન બિલ પર પણ ચર્ચા થઈ શકે છે કોંગ્રેસ સાંસદ મનીષ તિવારી અને BJD સાંસદ પિનાક મિશ્રા બપોર પછી પ્રદુષણનો મુદ્દો ઉઠાવશે