સ્વચ્છતા મુદ્દે સફાઈ કર્મચારીનો અનોખો પ્રયાસ,હિન્દી ગીતોની ધૂનો પર બનાવ્યાં સફાઈ સોન્ગ

2019-11-18 65

કેન્દ્ર સરકારની સૌથી મહત્વની યોજના ‘સ્વચ્છ ભારત અભિયાન’ને વધુમા વધુ લોકો સુધી પહોંચાડવા માટે પુણેના સફાઈ કામદારે અનોખો પ્રયોગ હાથ ધર્યો છે પુણેકોર્પોરેશનના મહાદેવ જાધવ નામના આ સફાઈકર્મીએ હિન્દી ગીત ‘કજરા મહોબ્બત વાલા’ની ધૂન પર અનોખું વર્જન બનાવ્યું છે આ ગીતના માધ્યમથી લોકોને તે કચરો ગમેત્યાં નહીં ફેંકવા અને ભીનો-સૂકો કચરો પણ અલગ અલગ રાખવાની જાગૃતિ ફેલાવી રહ્યા છે છેલ્લા 25 વર્ષથી પાલિકાની નોકરી કરતા આ સફાઈકર્મીનો આવો પ્રયોગ લોકોનેપણ પસંદ આવ્યો હતો સોશિયલ મીડિયામાં તેમણે ગાયેલા આવા જ ગીતનો વીડિયો વાઈરલ થયા બાદ તેઓ પ્રકાશમાં આવ્યા હતા તેમણે એ પણ કહ્યું હતું કે તેમની આટલાવર્ષની નોકરીમાં હવે તેમને લોકોમાં કચરા બાબતે બદલાવ જોવા મળે છે તેમણે તૈયાર કરેલાં અલગ અલગ ગીતોમાં સૌથી વધુ બોલિવૂડનાં લોકપ્રિય સોંગ જ છે આવું કરવાપાછળનું કારણ જણાવતાં તેમણે ઉમેર્યું હતું કે, મારા જેવા અન્ય સફાઈકર્મીઓેને કચરો સાફ કરવામાં સરળતા રહે તેમજ લોકો ભીનો-સૂકો કચરો અલગ કરવા માટે પ્રેરાય

Free Traffic Exchange

Videos similaires