અમદાવાદ:શહેરમાં સતત ટાંકી ધરાશાયી થવાની ઘટનાઓ બની રહી છે આજે પણ ગોતાના વંસતનગર ટાઉનશીપમાં આવેલી દોઢ લાખ લિટર પાણીની ક્ષમતા ધરાવતી ટાંકી ઉતારતી વખતે એક ઘર પર ધરાશાયી થઈ છે જો કે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ નથી પરંતુ કોર્પોરેશનની ઘોર બેદરકારી જોવા મળી છે આ મામલે એડિશનલ ચીફ ફાયર ઓફિસર રાજેશ ભટ્ટે જણાવ્યું હતું કે, ફાયરની કોઈ મદદ લેવામાં આવી ન હતી કોર્પોરેશન દ્વારા જ્યારે પણ ટાંકી ઉતારવામાં આવે છે ત્યારે અમારી અને પોલીસની મદદ લેવામાં આવે છે જ્યારે આ અંગે ફર્સ્ટ પર્સન અને જેમના ઘર પર ટાંકી પડી તેવા જશીબહેને જણાવ્યું કે,દસવાર કહ્યું કે વ્યવસ્થા કરીને ટાંકી ઉતારો પણ ન કરી, એટલે મારા ઘર પર પડી