ખરાબ પાણીના રિપોર્ટને કેજરીવાલે ખોટો ગણાવ્યો,પાસવાને કહ્યું- અધિકારી મોકલી તપાસ કરાવી લો

2019-11-18 128

મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ (બીઆઈએસ)ના રિપોર્ટને ખોટો ગણાવીને તેને રાજનીતિથી પ્રેરિત કહ્યો છે આ વિશે કેન્દ્રીય મંત્રી રામવિલાસ પાસવાને સંસદમાં જવાબ આપ્યો છે પાસવાને કહ્યું છે કે, દિલ્હી સરકાર ઈચ્છે તો હું મારા તરફથી 2-3 સીનિયર અધિકારીઓ નક્કી કરી દઉં દિલ્હી સરકાર પણ તેમના 2-3 અધિકારીઓ મોકલે જે તપાસ કરી શકે તેઓ એમની સાથે જ પાણીની તપાસ કરાવે અને પછી તે રિપોર્ટને જાહેર કરે કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, બીઆઈએસ રિપોર્ટમાં રાજનીતિ ન થવી જોઈએ