ફી વધારા સહિતના મુદ્દે વિદ્યાર્થીઓની સંસદ માર્ચ,કલમ 144નો ભંગ, બેરિકેડ તોડ્યા

2019-11-18 666

જેએનયુ વિદ્યાર્થીઓએ સોમવારે હોસ્ટેલ અને મેસની ફી વધારા અને હોસ્ટેલ મેન્યુઅલમાં ફેરફારના વિરોધમાં સંસદ સુધીની માર્ચકરી જેને રોકવા માટે યુનિવર્સિટી કેમ્પસની બહાર 1,000-1,200 પોલીસ કર્મચારીઓ તહેનાત કરવામાં આવ્યા હતા સંસદની બહાર પણ મોટી માત્રામાં પોલીસ કર્મચારીઓ તહેનાત કરવામાં આવ્યા છે કેમ્પસ બહાર કલમ 144 લાગુ કરી દેવામાં આવી હોવા છતા અંદાજે 2થી 3 હજાર વિદ્યાર્થીઓએ સંસદ તરફથી માર્ચ શરૂ કરી દીધી છે જેએનયુ ગેટ પર લગાવવામાં આવેલા બેરિકેડ પણ વિદ્યાર્થીઓએ તોડી દીધા છે પોલીસનું કહેવું છે કે, માર્ચને મંડી હાઉસથી આગળ નહીં જવા દઈએ

Videos similaires