સુરતઃ લિંબાયત વિસ્તારમાં આવેલા મારૂતિનગર ખાતે પોલીસનું ગોડાઉન આવેલું છે જેમાં જપ્ત કરેલા વાહનો રાખવામાં આવે છે આજે મળસ્કે ગોડાઉનમાં આગ ફાટી નાકળી હતી ઘટનાની જાણ થતા ફાયર વિભાગ ઘટના સ્થળે દોડી આવ્યું હતું અને આગ પર કાબુ મેળવી લીધો હતો જોકે, આગના પગલે 10 જેટલી બાઈક બળીને ખાખ થઈ ગઈ હતી આગના પગલે નજીકમાં આવેલી સોસાયટીના રહિશોમાં ભાગદોડનો માહોલ સર્જાયો હતો