મેદાનમાં ઘૂસેલા ફેન માટે વિરાટ કોહલી બન્યો બોડીગાર્ડ, સુરક્ષાકર્મીઓને પણ આપી ખાસ સૂચના

2019-11-17 3,101

ઈન્દોરના હોલકર સ્ટેડિયમ ખાતે રમાયેલી ભારત-બાંગ્લાદેશ વચ્ચેની ટેસ્ટમેચના ત્રીજા દિવસે ટીમ ઈન્ડિયાનો ફેન મેદાનમાં ઘૂસ્યો હતો ટીમ ઈન્ડિયાની જીતની થોડી ક્ષણો પહેલાં જ આ પ્રશંસક કે જેણે તેના શરીર પર પણ વીકે એટલે કે વિરાટ કોહલી ચિતરાવ્યું હતું તે લોખંડની ગ્રિલ કૂદીને મેદાનમાં દોડ્યો હતો સુરક્ષાકર્મીઓની નજર ચૂકવીને ખેલાડીઓ પાસે પહોંચેલા આ પ્રશંસકે વિરાટ સહિત અન્ય ખેલાડીઓના પગે લાગ્યો હતો જો કે, વધુ કંઈ થાય તે પહેલાં તો તરત જ મેદાનમાં સુરક્ષાકર્મીઓએ જઈને તેને પકડી લીધો હતો વિરાટે પણ આ ફેનને સુરક્ષાકર્મીઓથી થોડીવાર બચાવ્યો હતો સાથે જ તેઓ તેને જ્યારે મેદાનની બહાર લઈ જતા હતા ત્યારે વિરાટ કોહલીએ પણ તેમને ખાસ સૂચના આપતાં કહ્યું હતું કે તેની સાથે સારો વ્યવહાર કરે અને શાંતિથી મેદાનની બહાર લઈ જાય

Videos similaires