પંજાબના રોપડ જિલ્લામાં આવેલા સરસા નંગલ નામના ગામમાં શનિવારે બપોરે જંગલમાંથી ભટકીને આવી ગયેલા એક દીપડાએ આખા ગામના શ્વાસ અદ્ધર કર્યા હતા મળતી વિગતો પ્રમાણે બપોરે એક ઘરના આંગણમાં જ્યારે મહિલા કામ કરી હતી ત્યારે મોકો જોઈને દીપડો ઘરમાં ઘૂસી ગયો હતો રૂમમાં પણ અંધારું હોવાથી તે ચૂપચાપ જખૂણામાં બેસી ગયો હતો રૂમમાં ગયેલી મહિલાની નજર દીપડા પર પડતાં જ તેમણે સાવધાની રાખીને તરત જ દરવાજો બહારથી બંધ કર્યો હતો ઘટનાની જાણ થતાં જ ગામમાં પહોંચેલી વનવિભાગની ટીમે પણ તેને દબોચવા માટે કલાકો સુધી મહેનત કરી હતી અંતે સાડા પાંચ કલાક બાદ તેને બેભાન કરીને પાંજરે પૂરાયો હતો વનવિભાગની ટીમ જ્યારે તેને લઈ ગઈ ત્યારે જ ગામવાળાઓએ પણ રાહતનો શ્વાસ લીધો હતો