સબરીમાલા મંદિરના કપાટ ખુલ્યા,દર્શન કરવા પહોંચેલી 10 મહિલાઓને પોલીસે પાછી મોકલી

2019-11-17 454

સબરીમાલા વિવાદ વચ્ચે શનિવારે મંદિરના કપાટ ખુલ્લી ગયા હતા પૂજારીએ દંડવત પ્રણામ કરી કપાટ ખોલ્યા હતા હજારો શ્રદ્ધાળુઓએ ભગવાન અયયપ્પાનાં દર્શન કર્યા હતા જોકે મંદિરના કપાટ ખુલતા જ દર્શન કરવા પહોંચેલી 10 મહિલાઓને પોલીસે પાછી મોકલી દીધી હતી 10 થી 50 વર્ષની વય ધરાવતા આ મહિલાઓને પોલીસે પંબામાં જ અટકાવી દીધી હતી તમામ મહિલાઓ આંધ્રપ્રદેશથી આવી હતી આ અગાઉ કેરલ સરકારે કહ્યું હતું કે તે પબ્લિસિટી માટે આવતી મહિલાઓનું સમર્થન કરતી નથી

Videos similaires