શિયા વક્ફ બોર્ડના પ્રમુખ વસીમ રિજવીએ શનિવારે AIMIM સાંસદ અસદુદ્દીન ઓવૈસીની તુલના આતંકવાદી સંગઠન IS સરગના અબુ બકર-અલ બગદાદી સાથે કરી હતી તેમણે કહ્યું હતું કે આજે ઓવૈસી અને બગદાદીમાં કોઈ જ અંતર નથી ઓવૈસીએ કહ્યું હતું કે અયોધ્યા કેસમાં સુપ્રીમ કોર્ટના ચૂકાદાથી તે સંતુષ્ટ નથી આ અંગે રિઝવીએ પ્રતિક્રિયા આપી હતી બગદાદી 26મી ઓક્ટોબરના રોજ અમેરિકી સેનાની કાર્યવાહીમાં માર્યો ગયો હતો
રિઝવીએ કહ્યું હતું કે આજે ઓવૈસી અને બગદાદી વચ્ચે કોઈ જ અંતર નથી બગદાદી આતંક ફેલાવવા માટે સેના, હથિયાર અને વિષ્ફોટકોનો ઉપયોગ કરતો હતો, જ્યારે ઓવૈસી તેના નિવેદનો મારફતે આતંક ફેલાવવાનું કામ કરે છે તે મુસ્લિમોને આતંકી ગતિવિધિઓ માટે ઉશ્કેરી રહ્યો છે આ પ્રકારના ગંભીર માહોલમાં ઓવૈસી અને મુસ્લિમ પર્સનલ લો બોર્ડને પ્રતિબંધિત કરી દેવું જોઈએ