ભારતે શનિવારે અગ્નિ-2 બેલેસ્ટિક મિસાઈલનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું હતું આ મિસાઈલની મારક ક્ષમતા 2000 કિમી એટલે કે ચીન સુધીની છે તે મોંગોલિયા, ઈરાન સુધી પણ હુમલો કરવા સક્ષમ છે એટલું જ નહીં રાત્રે પણ અચૂક નિશાન સાધી શકે તેવી એક માત્ર મિસાઈલનું સફળ પરીક્ષણ કરાયું છે ઓડિશાના બાલાસોર ખાતે આ પરીક્ષણ કરાયું હતું ઉલ્લેખનીય છે કે અગ્નિ-2 બેલેસ્ટિક મિસાઈલનું પરીક્ષણ ગયા વર્ષે સફળતાપૂર્વક કરાયું હતું પણ રાત્રે પરીક્ષણ પ્રથમવાર કરાયું છે આ મિસાઈલ ન્યુક્લીયર વિસ્ફોટક લઈ જવા સક્ષમ છે અને તેની મારક ક્ષમતા જરૂર પડે તો 2000 કિમીથી વધારી 3000 કિમી કરી શકાય છે