ડીસાના ગવાડીમાં સવારે પ્રિન્સિપાલે હાજરી પૂરી બપોરે વિદ્યાર્થીઓ દેખાયા જ નહીં

2019-11-16 867

ડીસા: ગવાડી વિસ્તારની છોટાપુરા પ્રાથમિક શાળાના આચાર્યએ બારોબાર શાળા લગ્ન માટે આપી દીધી હોવાની ચર્ચા બાદ આચાર્યએ આ મામલે તાલુકા શિક્ષણ અધિકારીને શાળામાં વાલી સંમેલન હોવાનો રિપોર્ટ રજૂ કર્યો હતો બીજી તરફ વિદ્યાર્થીઓની ઓનલાઈન હાજરી પુરી બપોરે વિદ્યાર્થીઓ ગેરહાજર હોવા મામલે વિદ્યાર્થીઓ નમાજ અદા કરવા ગયાનું બહાનું બતાવી શિક્ષણ વિભાગની આંખોમા ધૂળ નાખવા પ્રયત્ન કર્યો હતોએક તરફ વિદ્યાર્થીઓની હાજરી શાળામાં પુરાતી હોય અને વિદ્યાર્થી હાજર ના હોય આ દરમ્યાન કોઈ વિદ્યાર્થી સાથે દુર્ઘટના સર્જાય તો તેની પાછળ જવાબદાર કોણના સવાલો વાલીઓમાં ચર્ચાઈ રહ્યા છે