પાકિસ્તાનમાં ટમેટાંની કિંમત 320 રૂપિયા(પાકિસ્તાની મુદ્રા) પ્રતિ કિલોગ્રામ પર પહોંચી ગઇ છે તેમાં સૌથી મોટી સમસ્યા એ છે કે ટમેટાંની લૂંટની ઘટનાઓ બનવા લાગી છે આ કારણ છે કે તેની પેદાશને લૂંટથી બચાવવા માટે ખેતરોમાં હથિયારધારી સુરક્ષા ગાર્ડ તૈનાત કરી દેવાયા છે પ્રધાનમંત્રી ઈમરાન ખાનના આર્થિક સલાહકાર ડોક્ટર અબ્દુલ હફીઝે દાવો કર્યો કે કરાચીમાં ટમેટાનો ભાવ 17 રૂપિયા પ્રતિ કિલો છે ત્યારબાદ સોશિયલ મીડિયા પર તેની ખૂબ મજાક ઉડી હતી