નવદંપતિ ફોટો પડાવતા રહ્યાં અને સૂટ-બૂટ પહેરેલો કિશોર 5 લાખ રૂપિયા ભરેલી બેગ ઉપાડી ગયો

2019-11-16 3,169

દિલ્હીના લગ્નોમાં ચોરીની ઘટનાઓ વારંવાર વધતી રહી છે તાજેતરમાં જ કડકડડૂમા કોર્ટ પાસે આયોજીત એક લગ્ન સમારંભમાં એક ચોર રૂપિયા ભરેલી બેગ સિફતપૂર્વક ચોરી ગયો હતો પીડિત પરિવારે જણાવ્યા પ્રમાણે બેગમાં 5 લાખ રૂપિયા રોકડા હતા પ્રાપ્ત થયેલ વીડિયો મુજબ નવદંપતિ મહેમાનો સાથે ફોટો પડાવતા હતા ત્યારે 14થી 15 વર્ષની ઉંમરનો સૂટ-બૂટ પહેરેલો એક કિશોર પાછળથી આવ્યો અને બેગ ઉઠાવીને જતો રહ્યો હતો રિસેપ્શનના વીડિયોને આધારે પોલીસે ચોરની શોધખોળ આદરી છે

Videos similaires