ગુજરાતી યુવક-યુવતીએ ક્રેડિટ કાર્ડની સાઈઝનું સિંગલ બોર્ડ પોકેટ CPU બનાવ્યું

2019-11-15 3,552

વીડિયો ડેસ્કઃ જીયુસેક ઈન્ક્યુબેશન સેન્ટરના બે વિદ્યાર્થીઓ કૃતિ પંચાસરા અને વત્સલ મણિયારે મળીને ક્રેડિટ કાર્ડની સાઈઝનું 89 બાય 59 એમએમનું પોકેટ સીપીયુ (સિંગલ બોર્ડ કમ્પ્યુટર) બનાવ્યું છે જેનો ઉપયોગ નોર્મલ સીપીયુની જેમ કરવા ઉપરાંત પ્રોગ્રામિંગ પણ કરી શકો છો જેમાં અત્યાર સુધીના ટ્રેડિશનલ સીપીયુ કરતા આ એક જ ડિવાઈસમાં સમાવવાનો પ્રયત્ન કરાયો છે જેને ટ્રેડિશનલ સીપીયુની જેમ અને ક્લાઉડ કમ્પ્યુટરની જેમ વાપરી શકો છો

આ અંગે માહિતી આપતા ઈલેક્ટ્રોનિક્સ એન્જિનીયરિંગના પૂર્વ સ્ટુડન્ટ વત્સલ મણિયારે કહ્યું હતું કે, અમે ઈલેક્ટ્રોનિક્સના નાના ડિવાઈઝ ઘણા જોયા હતા જેથી અમને પોકેટ સીપીયુ બનાવવાનો વિચાર આવ્યો જેમાં આઈઓટીનો ઉપયોગ કરીને અમે આ સીપીયુ બનાવ્યું છે આ સીપીયુની મદદથી નાનકડા ઓટોમેશનથી માંડીને એપ પણ બનાવી શકો છો આ સાથે અન્ય પ્રોગ્રામમાં સ્માર્ટ સિક્યોરીટી, હૉસ્પિટલ મેનેજમેન્ટ સિસ્ટમ બનાવી શકો છો અમારું આ પહેલું વર્ઝને છે જેને જોતા 50 લોકોનો ઓર્ડર પણ મળ્યો છે આ સાથે બીજું વર્ઝન પણ અમે બનાવી રહ્યા છીએ જેમાં અમે એઆઈ અને બ્લોક ચેઈન પર કામ કરે તેવું ડિવાઈઝ બનાવવા માંગીએ છીએ




પોકેટ સીપીયુના આ છે ફિચર


યુએસબી, ઓનબોર્ડ સ્ટોર 4 જીબી, વાઈ-ફાઈ, બ્લૂટૂથ, 128 જીબી એક્સ્પાન્ડ થાય તેવું માઈક્રો એસડી કાર્ડ, એચડીએમઆઈ પોર્ટ છે જેનાથી 4 કે સુધીના કોઈ પણ ડિસપ્લે ડિવાઈઝ કનેક્ટ થાય છે, 30 જીપીઆઈઓ (પ્રોગ્રામિંગ અને એપ બનાવવા મદદ કરે છે), કમ્પ્યુટરની સ્ક્રિન ટીવી ,મોનિટર ગમે ત્યાં કનેક્ટ કરી શકો છો