અમેઠીમાં આજકાલ ભારેલા અગ્નિ જેવી સ્થિતી પેદા થઈ છે ભાજપ અગ્રણીના પુત્રની હત્યા થતાં જ અનેક લોકોએ રોડ પર ઉતરીને ચક્કાજામ કર્યો હતો પોસ્ટમોર્ટમ સમયે જ નેતાના સમર્થકોએ કરેલો હલ્લાબોલ શાંત પાડવા માટે ત્યાં પહોંચેલા કલેક્ટરે કરેલું વર્તન કેમેરામાં કેદ થયું હતું જેનો વીડિયો વાઈરલ થતાં જ લોકોએ કલેક્ટર સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો વીડિયોમાં પણ જોઈ શકાય છે કે કલેક્ટર પ્રશાંત શર્મા મૃતકના કઝિન એવા સ્થાનિક કક્ષાએ બીજેપી સાથે સંકળાયેલા સુનિલ સિંહનો કોલર પકડીને ગેરવર્તણૂક કરી હતી કલેક્ટરની આવી જોહુકમી જોઈને તરત જ લોકો પણ રોષે ભરાયા હતા તો પણ તેમણે આવું વર્તન કરવાનું ચાલુ રાખીને લોકોને રોફ સાથે પાછળ હટવાના આદેશો આપ્યા હતા સોશિયલ મીડિયામાં પણ વીડિયો જોઈને અનેક યૂઝર્સે તેમને નોકરીમાંથી બરતરફ કરવાની માગ કરી હતી વાઈરલ વીડિયો જોઈને અમેઠીનાં સાંસદ સ્મૃતિ ઈરાની એ પણ કલેક્ટરને મર્યાદામાં રહીને કામ કરવાની સલાહ આપી હતી તેમણે ટ્વીટ કર્યું હતું કે આપણે પ્રજાના સેવક છીએ રાજા નહીં