સુરતઃ કતારગામ વિસ્તારમાં આવેલા હાથી મંદિર રોડ પરની સર્જન સોસાયટીના મકાનમાં અજાણ્યા બે તસ્કરોએ ચોરી કરી હતી તસ્કરો દાગીના રોકડ અને વિદેશી ચલણ સહિતની તિજોરી ઉઠાવી ગયા હતાં પોલીસે 66,300ની મતાની ચોરીની ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે કતારગામ વિ્સતારમાં આવેલા લક્ષ્મીકાંત હાથી મંદિર રોડ પરની સર્જન સોસાયટીમાં ઘર નંબર 33માં રહેતા જીતેન્દ્રભાઈ પ્રાગજીભાઈ પાનસુરીયા મૂળ રહે જસાપર તાલુકો જસદણના મકાનમાં તારીખ 28 ઓક્ટોબરના રાત્રે સવા બે વાગ્યાથી સાડા ત્રણ વચ્ચે ચોરીની ઘટના બની હતીબે તસ્કરોએ ઘરમાં પ્રવેશ કરી ઘરના બેડરૂમના કબાટની અંદર ગોદરેજની તિજોરી જેની અંદર રૂપિયા 50 હજાર રોકડા તથા સોનાની નાની પેન્ડલ બુટી આશરી કિંમત રૂપિયા 6300ની મતાની તથા ફરિયાદીના પત્નીના બચતના રૂપિયા 10 હજાર રોકડાની ચોરી થઈ હતી