મધ્ય પ્રદેશમાં દેવાસ શહેરમાં આર્ટિસ્ટ આનંદ પરમાર અને તેમના 12 સાથીઓએ ભેગા થઈને કુશાભાઉ ઠાકરે સ્ટેડિયમમાં ગાંધી બાપુની પ્રતિકૃતિ બનાવી છે આ માટે તેમણે 2 લાખ પ્લાસ્ટિકની બોટલના ઢાંકણાનો ઉપયોગ કર્યો છે
આ પોર્ટ્રેટ બનાવવા પાછળનો એમનો મુખ્ય ઉદ્દેશ પ્લાસ્ટિક બેનનો સંદેશ આપવાનો છે 13 અને 14 નવેમ્બર એમ બે દિવસમાં ભેગા થઈને તેમણે આ પોર્ટ્રેટ બનાવ્યું છે કલાકારોએ દાવો કર્યો છે કે, પ્લાસ્ટિકની બોટલના ઢાંકણાની મદદથી આખી દુનિયામાં આજ સુધી કોઈએ આટલું મોટું પોર્ટ્રેટ બનાવ્યું નથી આ પોર્ટ્રેટ 1500 વર્ગફુટમાં બનાવ્યું છે 6 મહિનાની મહેનત પછી પ્લાસ્ટિકની બોટલનાં ઢાંકણામાંથી આ તૈયાર કરવામાં સફળતા મળી છે