અમરેલી: ખાંભા નાગેશ્રી હાઇવે પર વહેસી સવારે 5 વર્ષની સિંહણ અજાણ્યા વાહનની અડફેટે આવી હતી વાહનની ટક્કરે સિંહણ 10થી 15 ફૂટ ફંગોળાતા બંને પગ અને પીઠના ભાગે ગંભીર ઇજા થઈ હતી સિંહણ સાથે 9 સિંહોનું અન્ય એક ગ્રુપ હોવાનું પણ ચર્ચા છે વનવિભાગની ટ્રેકર અને રેસ્ક્યુ ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી તો બીજી તરફ હાઇવે પર વાહનોની અવરજવર વચ્ચે રેસ્ક્યુ કરવામાં અડચણ પડી હતી