ધોરાજી પંથકમાં ગાજવીજ અને કરા સાથે 1થી 3 ઇંચ સુધી વરસાદ, કચ્છના ખાવડામાં બે ઈંચ

2019-11-14 1,713

ધોરાજી/જૂનાગઢ: સૌરાષ્ટ્રમાં સતત ત્રીજા દિવસે વરસાદી માહોલ જોવા મળ્યો છે ગઇકાલે સૌરાષ્ટ્રમાં 1થી 4 ઇંચ સુધી વરસાદ પડ્યો હતો ત્યારે ધોરાજીમાં બપોર બાદ અચાનક વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો બે ઇંચ વરસાદ પડતા રસ્તાઓ પર પાણી ભરાયા હતા ગ્રામ્ય વિસ્તારોમાં કલાણા ગામમાં ત્રણ ઇંચ વરસાદ નોંધાયો છે વરસાદથી ખેડૂતોની મુશ્કેલી વધી છે ધોરાજી પંથકમાં મગફળી અને કપાસના પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાન પહોંચ્યું છે તેમજ જૂનાગઢમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદી ઝાપટુ વરસ્યું હતું ધોરાજીના છત્રાસા ગામે કરા સાથે વરસાદ વરસ્યો હતો

Videos similaires